બહુજન સમાજવાદી પાર્ટીએ પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે ભલે અકાલી દળ સાથે જોડાણ કર્યુ હોય પણ યુપી અને ઉત્તરાખંડમાં પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે.
બસપાના પ્રમુખ માયાવતીનુ કહેવુ છે કે, યુપીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે જોડાણ કરીને ચૂંટણી લડવાના અહેવાલો ખોટા છે.બસપા આ અહેવાલોનુ ખંડન કરે છે.માયાવતીએ સોશિયલ મીડિયા પર ઉપરોક્ત જાહેરાત કરતા કહ્યુ હતુ કે, એક ન્યૂઝ ચેનલમાં અહેવાલ દર્શાવાયો છે કે, યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં બસપા અને એઆઈએમઆઈએમ ભેગા થઈને ચૂંટણી લડવાના છે.આ અહેવાલ ભ્રામક અને તથ્યહિન છે.તેમાં સહેજ પણ સચ્ચાઈ નથી.