લોકસભા ચૂંટણી-2024 ને લઈ બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતી એ કોઈપણ ગઠબંધનનમાં સામેલ ન થવાની જાહેરાત કરી છે. બસપાએ સ્પષ્ટ વલણ સાથે જણાવ્યું કે, તેમની પાર્ટી કોઈપણ જૂથમાં સામેલ થશે નહીં... બસપા NDA અને INDIA ગઠબંધનમાં જોડાયા વગર એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. તાજેતરમાં જ વિપક્ષી દળોના ગઠબંધનમાં બસપા સામેલ થવાની અટકળો ચાલી રહી હતી, તો સત્તાધારી પક્ષ તરફથી બનાવાયેલ NDA ગઠબંધન પણ માયાવતી પાસે આશા રાખીને બેઠું હતું....