બસપા પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે તેઓ સ્પષ્ટ કરવા ઈચ્છે છે કે બસપાએ કોઈ પણ પાર્ટી સાથે 2019ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધન નથી કર્યું. તેમણે કહ્યું કે 2019 માટે બસપાના ગઠબંધનવાળા સમાચાર સત્યથી વેગળા છે. ગોરખપુર અને ફુલપુર પેટાચૂંટણીમાં બસપાએ ઉમેદવાર ઉભા નથી રાખ્યા પરંતુ અમારાં કાર્યકર્તા ભાજપને હરાવવા વોટ આપશે.