સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધનમાં ભંગાણની ચર્ચાઓ વચ્ચે મંગળવારે બસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યું હતું કે, હાલપૂરતું સમાજવાદી પાર્ટી સાથેના બસપાના ગઠબંધન પર બ્રેક લગાવી દેવામાં આવી છે. પત્રકારો સાથેની વાતચીતમાં માયાવતીએ જણાવ્યું હતું કે, અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ સાથેના સંબંધો હંમેશાં રહેશે પરંતુ હાલપૂરતુ બસપા રાજનીતિમાં એકલે હાથે આગળ વધશે. લોકસભાની ચૂંટણીમાં મળેલા કારમા પરાજય અંગે માયાવતીએ જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટીને યાદવોના મત પણ મળ્યા નથી.