પંજાબમાં BSFના જવાનોને મોટી સફળતા હાથ લાગી છે. તરન તારનના ખેમકરનમાં પાકિસ્તાનના પાંચ ઘુસણખોરોને BSFના જવાનોએ ઠાર કરી દીધા છે. BSFના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જવાનોએ કેટલાક સંદિગ્ધ લોકોને સીમા પાસે જોયા હતા, તેમણે તેમને રોકવા માટેના પ્રયત્ન પણ કર્યા હતા. ઘુસણખોરોએ જવાનો પર ગોળીબાર કર્યો હતો.
ખેમકરન, પંજાબના તરન તારન જિલ્લામાં આવે છે જે પંજાબ બોર્ડરની એકદમ નજીક છે. ઘુસણખોરમાંથી એકની પાસે અસોલ્ટ રાયફલ મળી આવી છે. નોંધનીય છે કે સીમા પારથી આતંકવાદીઓને સતત ભારતમાં મોકલવામાં આવે છે. સેનાની બહાદુરીના કારણે આતંકવાદી સંગઠનો પોતાના ઈરાદામાં સફળ નથી થઈ શકતા. છેલ્લા કેટલાક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓ આતંકવાદીઓની ઘુસણખોરીના નાપાક ઈરાદાઓને નિષ્ફળ કરી ચૂક્યા છે.
નોંધનીય છે કે પંજાબમાં નશાખોરીનો ધંધો મોટા પાયા પર વિકસેલો છે. રાજ્યનો યુવા વર્ગ સૌથી વધારે નશાની લતમાં પડી ગયો છે. નશીલા પદાર્થોનો સૌથી મોટો જથ્થો પાડોશી દેશ પાકિસ્તાનમાંથી લાવવામાં આવે છે. તેના પર રોક લગાવવા માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે પરંતુ તેમ છતા પણ આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં ઘટાડો નથી જોવા મળી રહ્યો.