જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર BSFની કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘુસણખોર માર્યો ગયો હોવાના અહેવાલ છે. આ અંગે માહિતી આપતાં, બીએસએફના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે આ કાર્યવાહીને કારણે સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આશરે 35 વર્ષનો ઘુસણખોર આરએસ પુરા સેક્ટરમાં સરહદ ચોકી અબ્દુલિયન પર ઠાર મરાયો હતો.