ભારતમાં આતંકવાદીઓથી માંડીને માદકદ્રવ્યો અને ગેરકાયદેસર શસ્ત્રો ઘુસાડવાના પાકિસ્તાનના વધુ એક કાવતરાનો પર્દાફાશ થયો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ શનિવારે જણાવ્યું હતું કે, જમ્મુમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર ૨૦ મીટર લાંબી ટનલ મળી આવી છે. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમારા દળોએ આ વિસ્તારમાં આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા માટે બીજી કોઈ ટનલો આવી છે કે કેમ તે શોધી કાઢવા મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ પ્રકારની ટનલનો ઉપયોગ આતંકવાદીઓ, માદક દ્રવ્યો અને શસ્ત્ર સરંજામ ઘુસાડવા થઈ શકે છે. બીએસએફના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાએ એન્ટિ ઇનફિલટ્રેશન ગ્રિડ સલામત છે કે કેમ તેની ચકાસણી કરવાના આદેશ આપ્યા છે. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુમાં સામ્બા સેક્ટરની આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારત તરફ ૫૦ મીટરના અંતરે ટનલ મળી આવી હતી.