પશ્ચિમ બંગાળ (West Bengal)ના નાદિયામાં BJP ના એક કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. માર્યા ગયેલા કાર્યકરની ઓળખ હફીઝુલ શેખ તરીકે થઇ છે, જે તાજેતરમાં જ BJP માં જોડાયો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું કે હફીઝુલ શેખની શનિવારે સાંજે ચાની દૂકાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને માથામાં ગોળી વાગી હતી. પીડિત BJP કાર્યકરના પરિવારે દાવો કર્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે કારણ કે તે તાજેતરમાં જ BJP માં જોડાયો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપી અમે પીડિતા બંને ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. મુખ્ય આરોપીની ઓળખ થઇ ગઈ છે, પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરાઈ નથી.