અમદાવાદમાં દલિતો દ્વારા ભારત બંધ દરમ્યાન શહેરમાં ઠેર-ઠેર વિરોધમાં બીઆરટીએસ વિભાગને 23 લાખનું નુકશાન થયું હતું. માહિતી અનુસાર અલગ અલગ વિસ્તારમાં રૂટ બંઘ રહેતા 1 લાખ 10 હજાર પેસેન્જર ગુમાવ્યા અને 3 બીઆરટીએસ બસ સ્ટેશનના કાચ તૂટ્યા અને 6 બસના કાચ તોડવામાં આવ્યા તથા 15 બસના ટાયરની હવા કાઢી જેમાં 6 લાખનું નુકશાન થયું હતું.