શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. ઇલેક્ટ્રિક બીઆરટીએસચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરી રોડ પર બેસી ગયા હતા. તેમણે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતકની લાશ સ્વીકારવાની ના પાડી દીધી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ BRTS બસ ચાલકની અટકાયત કરવામાં આવી છે.