બ્રિટનની ઈમ્પીરિયલ કોલેજ લંડન તેમજ યુનિવર્સિટી હોસ્પિટલ સાઉધમ્પ્ટન દ્વારા સ્વયંસેવકોને કોવિડ-19ની રસીના પરિક્ષણ માટે સહયોગ આપવા અપીલ કરાઈ છે. ઈમ્પીરિયલ કોલેજ લંડને સ્વયંસેવકોને આગળ આવવા માટે જાહેરાત કરતા જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ 18થી 55 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી હોય અને સ્વસ્થ હોય તે પરિક્ષણમાં ભાગ લઈ શકે છે.
સ્વયંસેવકોને પરિક્ષણ બદલ રૂ. 17,500-59,000 (190-625 પાઉન્ડ)નું વળતર પણ આપવાની ઓફર કરવામાં આવી છે. બ્રિટનના આરોગ્ય મંત્રી મેટ હેનકોકે જણાવ્યું હતું કે, તેઓ કોરોના વાયરસની સૌપ્રથમ રસી બ્રિટનમાં શોધાય તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહામારી વચ્ચે આ સૌપ્રથમ વખત કોરોનાની રસીની શોધના દાવા બાદ માનવ પરિક્ષણ હાથ ધરાઈ રહ્યા છે.