બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ મહામારી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ક્લેરેંસ હાઉસે બુધવારે જાહેરાત કરી કે પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે પણ તેમનું સ્વાસ્થ્ય બરાબર છે. 71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ ટેસ્ટ સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યો હતો.અહી તે પોતાની પત્ની કામિલા,ડચેસ ઓફ કૉર્નવાલ સાથે હતા, જેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ક્લેરેન્સ હાઉસના એક પ્રવક્તાએ કહ્યું કે, સરકાર અને ડોક્ટરની સલાહ અનુસાર પ્રિન્સ અને ડચેસે હવે સ્કોટલેન્ડમાં ઘરે જ ખુદને આઇસોલેટ કરી લીધા છે.