બ્રિટન (Britain)ના વડાપ્રધાન બોરિસ જોનસન એપ્રિલ મહિનાના અંતમાં ભારતનો પ્રવાસ કરશે. ખાસ વાત એ છે કે Brexit બાદ જોનસનનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે. આ પહેલા ગણતંત્ર દિવસના અવસરે મુખ્ય અતિથિ તરીકે તેઓ ભારત આવવાના હતા, પરંતુ કોરોના વાયરસ ના કેસ ફરી એક વાર વધવાના કારણે તેઓએ ભારત પ્રવાસ રદ કરી દીધો હતો. જોકે, ત્યારે તેઓએ વાયદો કર્યો હતો કે ટૂંક સમયમાં ભારત આવશે.
સમાચાર એજન્સી રોઇટર્સે વડાપ્રધાન બોરિસ જોનસનના કાર્યાલયના હવાલાથી તેમના પ્રવાસની જાણકારી આપી છે. સરકારનું કહેવું છે કે તેઓ આવનારા વર્ષો માટે સરકારની નીતિની એકીકૃત સમીક્ષાના હિસ્સાના રૂપમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે. સરકારના જણાવ્યા અનુસાર, આ ક્ષેતર મોટા સ્તર પર દુનિયાના જિયોપોલિટિકલ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરે છે.