વિશ્વભરમાં મહિલાઓને પુરુષો સમકક્ષ અધિકારો અપાવવા માટેની ચળવળ વર્ષોથી ચાલી રહી છે. મોટી-મોટી કંપનીઓ પણ મહિલા કર્મચારીઓની સંખ્યા વધારવા પર ભાર આપી રહી છે. પરંતુ જયારે કંપનીના બોર્ડમાં મહિલા પ્રતિનિધિઓ લાવવાની વાત આવે છે તો મોટા ભાગની કંપનીઓ નકારાત્મક વલણ દર્શાવે છે. આ ટ્રેન્ડને જોતા બ્રિટનના ઈન્વેસ્ટમેન્ટ એસોસિએશન અને સરકાર સમર્થિત સંસ્થા હૈંપટન-અલેક્ઝેન્ડર રિવ્યુએ 69 કંપનીઓને પત્ર લખીને બોર્ડમાં મહિલાઓની સંખ્યા વધારવા માટે કહ્યું છે. આ કંપનીઓને 2020 સુધીમાં બોર્ડમાં મહિલાઓની સંખ્યા 33 ટકા સુધી કરવાનું કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જે કંપનીઓને પત્ર લખવામાં આવ્યો છે, તેમાં ડોમિનોઝ પિત્ઝા, જેડી સ્પોર્ટ્સ અને ગ્રીને કિંગ જેવી કંપની પણ સામેલ છે. નોંધનીય છે કે, આ 69 કંપનીઓમાં 66 કંપનીઓ એવી છે કે જેના બોર્ડમા એક માત્ર મહિલા છે. પ્રોપર્ટી ઈન્વેસ્ટ ડાયઝાન હોલ્ડિંગ, મિલેનિયમ એન્ડ કોપથ્રોન હોટલ્સ અને ટીઆર પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના બોર્ડમાં એક પણ મહિલા નથી.
ઈન્વેસ્ટમેન્ટ એસોસિએશને જણાવ્યું હતું કે, એફટીએસઈ 350 ઈન્ડેક્સમાંની દર પાંચમાંથી એક કંપનીના બોર્ડમાં મહિલાઓની સંખ્યા ઓછી છે, જે સ્વીકાર્ય નથી. જે કંપનીના લક્ષ્યથી પાછળ છે. તે 2020 સુધીમાં સ્થિતિ સુધારી લે. આમ નહિ કરવા પર રોકાણ માટે તેમનું રેટિંગ નેગેટિવ કરવામાં આવશે. જણાવી દઈએ કે, રેટિંગ ઘટવા પર કંપનીઓ માટે ફન્ડ એકત્રિત કરવું મુશ્કેલ બની જતું હોય છે.