રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવત હરિયાણાના કરનાલ પહોંચ્યા હતા. અહીં તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારતમાં અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં 70 ટકા વસ્તી શિક્ષિત હતી અને અહીં કોઈ બેરોજગારી નહોતી.
તેમણે કહ્યું કે 'આજકાલ આપણા દેશમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે દરેક વ્યક્તિ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કંઈ પણ કરવા તૈયાર છે, કારણ કે આ બંને વસ્તુઓ ખૂબ જ મોંઘી અને દુર્લભ બની ગઈ છે.' તેમણે કહ્યું કે આજે આ બંને બાબતો આજે ધંધો બની ગઈ છે. શિક્ષણ અને આરોગ્ય દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે. તેમણે કહ્યું કે પહેલા આ વસ્તુઓને બિઝનેસ તરીકે જોવામાં આવતી ન હતી.