બ્રિટનમાં ઉદ્ભવેલો કોરોના વાઇરસનો નવો ઝડપથી ફેલાતો સ્ટ્રેન ભારતમાં પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, બ્રિટનથી ભારત પરત ફરેલા ૮ પ્રવાસી બ્રિટનમાં તાજેતરમાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયાં છે. સંબંધિત રાજ્ય સરકારો દ્વારા બ્રિટનના સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓને સિંગલ રૂમ આઇસોલેશનમાં રખાયાં છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરન્ટાઇન કરી દેવાયાં છે. બ્રિટનથી આવેલા આ આઠ દર્દી સાથે પ્રવાસ કરનારા પ્રવાસી, પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૫ નવેમ્બરથી ૨૩ નવેમ્બર સુધીમાં બ્રિટનથી લગભગ ૩૩,૦૦૦ પ્રવાસી ભારત આવ્યાં હતાં જેમાંથી ૧૧૪ પ્રવાસીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં હતાં.