બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન માઝા મૂકી રહ્યો છે ત્યારે બ્રિટન અને ભારત વચ્ચે શુક્રવારથી હવાઇસેવાનો આંશિક પ્રારંભ કરાયો હતો. શુક્રવારે એર ઇન્ડિયાની લંડનથી ઉપડેલી ૨૫૬ પ્રવાસી સાથેની ફ્લાઇટ દિલ્હી આવી પહોંચી હતી. ભારતથી બ્રિટન જતી ફ્લાઇટ પરનો પ્રતિબંધ ૬ જાન્યુઆરીથી દૂર કરાયો હતો. રાજસ્થાન અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારની ટીકા કરતાં બ્રિટન અને ભારત વચ્ચેની ફ્લાઇટ પરનો પ્રતિબંધ લંબાવવાની માગ કરી હતી. બીજીતરફ ભારતમાં કોરોના વાઇરસના બ્રિટિશ સ્ટ્રેનનું સંક્રમણ ધરાવતા વધુ ૯ દર્દી મળી આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા ૮૨ થઇ હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બ્રિટિશ સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓને સિંગલ રૂમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યાં છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે.