કોરોના વાઈરસની બીમારી દુનિયાભરના લોકો માટે મહામારી બની ગઈ છે. આ બીમારીના કારણે 22 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. જ્યારે દોઢ લાખથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ઘણા દેશો આ બીમારીની દવા શોધવા માટે દિવસ રાતની ચિંતા કર્યા વગર કામે લાગ્યા છે. ત્યારે બ્રિટનના ઓક્સઓફર્ડ વિશ્વ વિદ્યાલયમાં વેક્સીનોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર સારા ગિલ્બર્ટે કોરોના વાઈરસની વેક્સીન બનાવવાનો દાવો કર્યો છે. શુક્રવારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ગિલબર્ટે વેક્સીન સપ્ટેમ્બર મહિના સુધીમાં આવી જશે તેવો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ChAdOx1 ટેક્નિક સાથે 12 પરીક્ષણ કરવામાં આવી ચૂક્યા છે. એક ડોઝથી જ અમને ઈમ્યુનને લઈ સારા પરિણામ મળી રહ્યા છે. જ્યારે RNA અને DNA ટેકનિકથી બે કરતાં વધારે ડોઝની જરૂર પડે છે. તેમણે વેક્સીન શોધી હોવાના દાવા સાથે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, સપ્ટેમ્બર મહિના સુધીમાં આશરે 1 મિલિયન ડોઝ તૈયાર થશે.