બીબીસીએ ગુજરાત રમખાણોમાં વડાપ્રધાન મોદીની ભૂમિકા મુદ્દે સવાલ ઉઠાવતાં રજૂ કરેલી ડોક્યુમેન્ટ્રીનો ભારત જ નહીં બ્રિટનમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. લંડનમાં ભારતીય પ્રવાસીઓ દેખાવો કરી રહ્યા છે ત્યારે બ્રિટિશ સરકારે બીબીસીની સ્વતંત્રતાનો બચાવ કરવાની સાથે ભારત સરકાર સાથે તેના સંબંધો મજબૂત હોવાનો દાવો પણ કર્યો હતો.