અમદાવાદ મ્યુનીસીપલ કમિશનર વિજય નેહરાની ગ્રામીણ વિકાસ વિભાગમાં સચિવ તરીકે બદલીના સમાચાર જાણવા મળતાં જ અમદાવાદીઓ તેમના સમર્થનમાં ઉતરી આવ્યા, અને થોડી જ વારમાં ટ્વીટર પર ‘બ્રિંગબેક વિજય નેહરા’ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું.
વિપક્ષ કોંગ્રેસ દ્વારા AMC કમિશનર વિજય નેહરાની બદલીના નિર્ણયને વખોડવામાં આવ્યો
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે વિજય નેહરાને રાત-દિવસ કામ કરવાની સજા મળી છે. રાજ્યના સાચા આંકડા અને વધુ ટેસ્ટ કરવાની સજા મળી છે.
કોંગ્રેસના અન્ય નેતા જયરાજસિંહ પરમારે AMC કમિશ્નર વિજય નેહરાની બદલીને લઇને સરકારને ટોણો મારતાં કહ્યું કે, 'બદલવાના હતા ગુજરાતના વિજયભાઇ અને બદલી કઢાયાં અમદાવાદના વિજયભાઇ'. જયરાજસિંહ પરમારે કહ્યું અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નરની કરેલી બદલી ખુબ દુઃખદ છે. શહેરમાં કોરોનાને સામેની જંગ જીતવા જેમણે તનતોડ મહેનત કરી અને જીવના જોખમે કામ કર્યું તેમને સરકારે આ ફળ આપ્યું ?