દેશભરમાં લોકસભા ચૂંટણીનું ધમધમાટ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિવિદ પક્ષોના નેતાઓ અને ઉમેદવારો વિવાદાસ્પદ નિવેદન, વાણીવિલાસ કરવાની સાથે વચનોની વર્ષા પણ કરી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને મનાવવા માટે તમામ મોરચે દોડધામ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભરતી યોજના, રોજગાર અંગે નિવેદન આપવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.