ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહે ફરી મહિલા કુસ્તીબાજો સાથે કરેલી જાતીય સતામણીના આરોપોને નકારી કાઢ્યા છે. બ્રિજભૂષણ સરકાર તરફથી બનાવાયેલી સમિતિ સમક્ષ હાજર થયા હતા અને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. એટલું જ નહીં તેમણે કુસ્તીબાજોની છાતી અને પેટને સ્પર્શ કરવાના આરોપોને નકાર્યા છે.