હાલ બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધરાશાઈ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. પત્તાના મહેલની માફત કરોડો બ્રિજ પાણીમાં વહી ગયો છે. આ ઘટનાનો વીડિયો પર સોશિયલ મીડિાય પર વાયરલ થયો છે. નિર્માણાધીન પુલનો સુપર સ્ટ્રક્ચર નદીમાં ધરાશાઈ થતાં લોકો પુલના કામકાજ પર સવાલો કરી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ આ પુલ 1717 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો હતો.