ક્ઝિટ સમર્થક અને કન્ઝર્વેટિવ પાર્ટીના સિનિયર નેતા બોરિસ જોનસનને બ્રિટનના વડા પ્રધાન પદ માટે ચૂંટી કાઢવામાં આવ્યાં છે. યુરોપિયન યુનિયન સાથે બ્રેક્ઝિટ ડીલમાં નિષ્ફળ રહેલા થેરેસા મે ના પીએમપદેથી રાજીનામાં બાદ તેમની કન્ઝર્વેટિવ પાર્ટીએ બોરિસ જોનસન અને જેરેમી હંટ બેમાંથી એકની વડા પ્રધાન તરીકે પસંદગી કરવા માટે મતદાન કરાવ્યું હતું. સોમવારે બ્રિટનના વડા પ્રધાન અને સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની પસંદગી માટે મતદાન થયું હતું જેમાં પાર્ટીના ૧.૬૦ લાખ કાર્યકરોએ બેલેટ પેપેરથી મતદાન કર્યું હતું. બોરિસ જોનસનને ૯૨,૧૫૩ તો તેમના પ્રતિસ્પર્ધી જેરેમી હંટને ૪૬,૬૫૬ વોટ મળ્યા હતા. પાર્ટીના કુલ કાર્યકરોમાંથી ૮૭.૪ ટકાએ મતદાન કર્યું હતું.