સુરતના જસુબહેન માંગુકિયાની બહાદુરીથી 5 લૂંટારુ ઝડપાયા. જે 20 લાખના હિરાની લૂંટ કરવા આવેલા. શહેરના કાપોદ્રામાં સવાણી સ્કૂલ પાસે લૂંટારુઓએ હિરાની ડિલિવરી કરતાં યુવાનને આંતર્યો. જશુબહેને જોયું, તે તાગ પામી ગયા. તેમણે લૂંટારુનો પીછો કરી તેને પકડ્યો. બાદમાં સ્થાનિકો પણ મદદે આવ્યા. બહાદુર મહિલા કહે છે કે તમારામાં દયા હોય તો કોઈનો અન્યાય ન જોઈ શકો.