વિશ્વ હ્રદયદિવસ એટલે કે આજે બ્રેઈનડેડ મહિલાના હાર્ટ સાથે ઓર્ગન ડોનેશનથી ચાર વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં બ્રેન ડેડ મહિલાનું હ્રદય મુંબઈની શ્રધ્ધા કનોજીયામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. સોનાલીના હાર્ટ, કિડની અને લીવરનું દાન કરી 4 જણાને નવું જીવન આપ્યું છે. કપિલ રોબિન (મૃતક સોનાલીનો પતિ)એ જણાવ્યું હતું કે, 30 એપ્રિલ 2018ના રોજ તેઓ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા.