કોરોના રસીમાં પોર્ક જિલેટીન હોવા અંગે વિશ્વમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે દેશના નવ મુસ્લિમ સંગઠનોએ આ બાબતે એક ફતવો બહાર પાડીને જણાવી દીધું છે કે ચીનમાં બનતી રસી અમે નહીં મુકાવીએ. નોંધનીય છે કે કેટલીક રસીમાં પોર્ક જિલેટીન એટલે કે ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
ઇસ્લામમાં પોર્કમાંથી બનાવવામાં આવેલી કોઈપણ વસ્તુને હરામ માનવામાં આવે છે. તેથી દેશના મુસ્લિમોમાં કોરોનાની રસીને લઇને ચિંતા વધી ગઈ છે. મુંબઈમાં નવ મુસ્લિમ સંગઠનોની બેઠક મળી હતી તેના સંદર્ભમાં નવ મુસ્લિમ સંગઠનોના મહાસચિવ અને રજા એકાદમીના મોહમ્મદ સૈયદ નૂરીએ જણાવ્યું હતું કે મુંબઈની બેઠકમાં નવ સંગઠન સામેલ થયા હતાં અને તેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે ચીનમાં બનેલી રસીનો મુસ્લિમો ઉપયોગ નહી કરે.