1982-86ના ગાળામાં પ્રેમકુમાર અને ઈંગોલ્ડ્સબાય દોસ્ત બનેલા. પ્રેમે જાપાન પરના અણુહુમલા પછી શાંતિ માટે પદયાત્રા કરેલી, તેમાં તે અમેરિકાના ઈંગોલ્ડ્સને મળ્યા. થોડું સાથે ચાલવાનું કહી ઈંગોલ્ડ્સ પદયાત્રામાં જોડાયા.પણ બે દિવસમાં તેમનું મન ફર્યું. છેક સુધી ચાલ્યા. શાંતિસંદેશો લખેલું બેનર્સ તેમની દોસ્તીનું સંભારણું બન્યું. આ સંભારણું હમણાં ઈંગોલ્ડ્સે પ્રેમને પરત કર્યું. કારણ,તે માને છે કે તેના અધિકારી પ્રેમકુમારના સંતાનો છે.