Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીના કુલ મળીને ૫૧૭૮૨ જેટલા મતદાન મથકોમાંથી અંદાજે ૨૮થી૩૦ ટકા જેટલા મતદાન મથકો એટલે કે ૧૬ હજારથી વધુ મથકો સંવેદનશીલ મથકો તરીકે નક્કી કરવામા આવ્યા છે.સંવેદનશીલથી અતિ સંવેદનશીલ ગણાતા મથકોમાં સ્ટેટ પોલીસ ઉપરાંત પેરામીલિટ્રી ફોર્સના જવાનો પણ તૈનાત કરવામા આવે છે.ચૂંટણીપંચ દ્વારા ગત ચૂંટણીની વિવિધ બાબતો અને સ્થાનિક ભૌૈગોલિક પરિસ્થિતિ વગેરેને ધ્યાને રાખીને  સંવેદનશીલ-અતિસંવેદનશીલ મથકો નક્કી કરવામા આવે છે.
પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો અને બીજા તબક્કામાં ૯૩ બેઠકોની ચૂંટણી થનાર છે અને પ્રથમ તેમજ બીજા તબક્કાની મળીને ૧૮૨ બેઠકો માટે રાજ્યના ૩૩ જિલ્લામાં કુલ ૫૧૭૮૨ મતદાન મથકો નક્કી કરવામા આવ્યા છે.આ મતદાન મથકોમાંથી અંદાજે ૩૦ ટકાથી વધુ મતદાન મથકો સંવેદનશીલ કેટેગરીમાં નક્કી કરવામા આવ્યા છે. રાજ્યના કુલ મતદાન મથકોમાંથી ૧૬૨૩૪ જેટલા મથકો એટલે કે ૩૧ ટકા મથકો સંવેદનશીલ છે. ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ જ્યાં આ વખતની ચૂંટણીમાં ૧૫૧૮ મતદાન મથકો વધ્યા છે.જે વિવિધ જિલ્લામાં વધારવામા આવ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ