Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોટાદના પાળીયાદમાં શિરવાણિયા ગામમાં દારૂના કટિંગના સમાચાર ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારે ટીવીમાં બ્રેકિંગ કરતાં પોલીસના પગ નીચે રીતસરનો રેલો આવ્યો હતો. પત્રકાર ઉપર દાઝ રાખીને પોલીસે જોહૂકમી કરી 6 કલાક સુધી પત્રકારને એલસીબી કચેરીમાં બેસાડી રાખતાં તેનાં ઘેરાં પ્રત્યાઘાત પડ્યા છે. પોલીસ લાજવાને બદલે ગાજતાં પત્રકાર આલમમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. 

સરાજાહેર દારૂનો વેપલો ચાલી રહ્યો છે તે પોલીસને દેખાતો નથી અને જ્યારે સત્ય લોકોની સામે બતાવવામાં આવ્યું ત્યારે પોલીસ હાંફળી ફાંફળી બની ગઈ હતી અને પત્રકાર ઉપર દબાણ લાવવાની કોશિશ કરી હતી. પાળીયાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝરીયા ગામના તળાવના પુલથી શિરવાણીયાના પાટિયા સુધી દેશી-ઈંગ્લિશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. જેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વાઈરલ મેસેજને કારણે જિલ્લાના ખાનગી ચેનલના પત્રકાર વિજયસિંહ ચુડાસમા દ્વારા બાબતના સમાચાર ન્યુઝ ચેનલમાં બ્રેકિંગ સ્વરૂપે પ્રસારીત થયા હતા.

જેથી પોલીસ હરકતમાં આવી હતી અને ન્યૂઝ ચેનલોમાં સમાચાર પ્રસિદ્ધ કરનાર રિપોર્ટર વિજયસિંહ ચુડાસમા ઉપર ધાક જમાવવા માટે એસપી હર્ષદ મહેતા, એલસીબી પીઆઈ એસ ટી રીઝવી સહિતનાં પોલીસકર્મીઓએ પત્રકારને એસલીબી કચેરી ખાતે શનિવારે બપોરના 3.30 કલાકથી અટકાયત કરી નજરકેદ કરી હતી. જે  બાદ બોટાદ જિલ્લાના તમામ પત્રકારો એસપી કચેરીએ દોડી ગયા હતા અને પોલીસની આ કામગીરી સામે રોષ પ્રગટ કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ