ભારતે આગામી ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનને આમંત્રણ આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોન કરીને યુકેના વડા પ્રધાનને આમંત્રણ પાઠવ્યું હતું. આ મુદ્દે અધિકારિક રીતે જાહેરાત થઈ નથી. બન્ને દેશના વડા પ્રધાન વચ્ચેનો વાર્તાલાપ કોવિડ-૧૯ રોગચાળો, ક્લાઇમેટ ચેન્જ અને અન્ય મુદ્દાઓની આસપાસ કેન્દ્રિત રહ્યો હતો. સૂત્રે એમ પણ જણાવ્યું હતું કે બન્ને નેતાઓએ પોતાની એ ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો કે કોવિડ-૧૯ રોગચાળા બાદ, પોસ્ટ-બ્રેક્ઝિટ એરામાં ભારત અને યુકે વચ્ચેની ભાગીદારીમાં વધારો કરવામાં આવશે અને સહમત થયા હતા કે વ્યાપાર અને રોકાણના મોરચે, વૈજ્ઞાનિક સંશોધનો, સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સની મોબિલિટી અને સંરક્ષણ તથા સુરક્ષા જેવા ક્ષેત્રમાં જોડાણ વધારવા બાબતે જોરદાર સંભાવનાઓ છે.