દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષ હોવાનો દાવો કરતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો સ્થાપના દિવસ છે. રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપની બુથયાત્રાનું આયોજન કરાયું છે. ભાજપના સૂત્રો અનુસાર આ બુથયાત્રા વિચારયાત્રા અને વિકાસયાત્રાના સ્વરૂપમાં હશે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિશેષ યોજનાઓ તેમજ ઉપલબ્ધીઓ અંગે માહિતીનુ વર્ણન કરવામાં આવશે. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરો અને નગરોમાં આ બુથયાત્રા યોજવાનું આયોજન કરાયું છે.