એસ. શ્રીસંત તેનો પ્રતિબંધ પૂરો થયા પછી કેરળની રણજી ટીમમાં રમી શકે છે. સપ્ટેમ્બરમાં પ્રતિબંધ સમાપ્ત થયા પછી કેરળ ક્રિકેટ એસોસિએશન (કેસીએ) એ રણજી ટીમમાં પસંદગી માટેના તેમના નામ પર વિચાર કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ પહેલા 37 વર્ષીય શ્રીસંતે પોતાની ફિટનેસ સાબિત કરવાની રહેશે. કેરળ રણજી ટીમના નવા નિયુક્ત કોચ ટીનુ યોહાનને કહ્યું કે, “કેસીએએ નિર્ણય લીધો છે કે એકવાર સપ્ટેમ્બરમાં તેમના પરનો પ્રતિબંધ પૂર્ણ થઈ જશે, ત્યારબાદ ટીમમાં પસંદગી માટે તેમના નામ પર વિચાર કરવામાં આવશે.”
ટીનુ યોહાનને કહ્યું, ‘જો કે ટીમમાં તેની પસંદગી તેના ફિટનેસ સ્તર પર આધારિત રહેશે. તેઓએ તેમની ફિટનેસ સાબિત કરવી પડશે. આ સમયે ક્રિકેટની બહાર કાંઈપણ થતું નથી, નહીં તો આપણે તેમને મેદાન પર રમતા અને ફિટનેસ ટેસ્ટ આપતા જોયા હોત. આ સમયે કંઈપણ કહેવું મુશ્કેલ છે.
ભારત તરફથી ત્રણ ટેસ્ટ અને ઘણી વનડે મેચ રમનારા યોહાનને વધુમાં જણાવ્યું હતું કે, શ્રીસંતને ક્રિકેટના મેદાનમાં પાછા ફરવા માટે તમામ શક્ય સહયોગ આપવામાં આવશે. તેણે કહ્યું, ‘આપણે બધા તેને ફરીથી રમતા જોવા માંગીએ છીએ. તે 7 વર્ષ પછી ફરી રમશે. તેથી આપણે રાહ જોવી પડશે અને શું થાય છે તે જોવું રહ્યું.