-
ગુજરાતી સાહિત્યમાં મરક મરકથી લઇને હાસ્યની છોળો ઉડે તેવું લખનાર તારક મહેતાએ દુનિયાને એવા તે ઊંધા ચશ્મા ચઢાવ્યાં કે તેના પરથી એક આખી ટીવી સફળ સિરિયલ બની અને તેના પાત્રો જીવંત બન્યા. તેમાંથી એક પાત્ર જેઠાલાલ. સિરિયલમાં તે પાત્ર ભજવનાર કલાકર દિલીપ જોષી તારક મહેતાના પુસ્તકોના વિમોચન ટાણે ખાસ હાજર રહ્યાં. પ્રસંગ હતો નવભારત સાહિત્ય મંદિર, ચિત્રલેકા પરિવાર અને ખુદ તારક મહેતા પરિવારના સંયુક્ત ઉપક્રમે તારકના પુસ્તકોના વિમોચનનો. અમદાવાદમાં આઇઆઇએમ નજીકના એ.એમ.એ.ના જે.બી. ઓડિટોરિયમ ખાતે આ ખાસ કાર્યક્રમ આજે ઇશુના 2018ના વર્ષના વિદાયના 48 કલાક પહેલા યોજાયો હતો. દુનિયાને ઊંધા ચશ્માંના સર્જકને ફાઇવ સ્ટાર સ્મરણાંજલિના કાર્યક્રમને રેસ્ટ ઇન લાફટર(રીલ, નહીં કે રીપ) એવું નામ પણ આપવામાં આવ્યું હતું.