પુસ્તકોના લેખકોને અપાતા વિશ્વના સૌથી પ્રતિષ્ઠીત એવોર્ડ બુકર પ્રાઇઝની જાહેરાત થઈ ગઈ છે. વિશ્વમાં પ્રથમ વખત મુખ્ય બુકર પ્રાઇઝ અરબી લેખિકાને મળ્યું છે. આ સન્માન ઓમાનની લેખિકા જોખા અલ્હાર્થીને આપવામાં આવ્યું છે.
અલ્હાર્થીએ 'સેલેસ્ટિયલ બૉડીઝ' નામનું પુસ્તક લખ્યું હતું જેના બદલ તેને આ સન્માન આપવામાં આવ્યું છે. આ પુસ્તકની કહાણી ત્રણ બહેનો અને એક ગલ્ફ દેશની છે, આ કહાણી એટલે પોતાના ઇતિહાસથી બહાર નીકળી અને જટીલ આધુનિક વિશ્વ સાથે તાલમેલ કરવાની મથામણ કરે છે.
બુકર પ્રાઇઝની મુખ્ય પેનલમાં શામેલ ઇતિહાસકાર બિટેની હગ્સે જણાવ્યું હતું કે આ વખતે મુખ્ય બુકર પ્રાઇઝ માટે જે નૉવેલની પસંદગી કરવામાં આવી છે તેણે હ્રદય અને મગજ બંને જીતી લીધા હતા.