-
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ, ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારી ડો. ધીરજ કાકડિયા દ્વારા ગાંધીજીની સંચારકળા પર અંગ્રેજીમાં લખાયેલ પુસ્તક “મહાત્માઃ એ ગ્રેટ કોમ્યુનિકેટર” નું અનુવાદિત ગુજરાતી પુસ્તક “મહાત્મા ગાંધી: સંચારની શાશ્વત કળા”નું વિમોચન કર્યું હતું. તેમણે કહ્યું કે તે સમયે ટીવી-ઇન્ટરનેટ કે સાશ્યલ મિડિયા જેવા માધ્યમો ન હોવા છતાં પણ મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળ અને સ્વરાજ માટેના સંદેશની જાગૃતિ એક આગવી સૂઝબુઝથી વિકસાવી હતી. પ્રવર્તન યુગમાં આધુનિક મિડિયા સંચાર માધ્યમોના વ્યાપક ઉપયોગ વચ્ચે ડો. કાકડિયા દ્વારા લિખિત આ પુસ્તક યુવા પેઢીને પૂરાતન પ્રચાર અને સંચાર માધ્યમોની અસરકારક્તાથી એક નવી ઓળખ અપાવશે. મનોરંજન વિભાગના પૂર્વ કમિશનર અને હાલમાં ગ્રામિણ વિકાસ વિભાગમાં વિશેષ નિદેશક તરીકે ફરજ બજાવતા લેખક ડો. ધીરજ કાકડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે આ પુસ્તક તેમના પીએચડીના શોધનિબંધની નિષ્પતિ છે. આ પુસ્તકની પ્રસ્તાવના ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે લખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 14 જેટલી અનોખી ચેષ્ટાઓ એક અનૌપચારિક મુલાકાતમાં વર્ણવી હતી જેને લેખકે આ પુસ્તકમાં હૂબહૂ રજૂ કરી છે. ચરખો, ગાંધી ટોપી જેવા ચિન્હો દ્વારા કે પ્રતિકો દ્વારા પ્રત્યાયનની મહાત્મા ગાંધીની વિદ્વતા ઉપર આ પુસ્તકમાં લેખક ધીરજ કાકડિયાએ સમુચિત પ્રકાશ ફેંક્યો છે. ગાંધીજીના પૌત્રીના પૌત્રી ડો. સોનલબેન પરીખે આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત કરાયું છે.