સિંહ વિશે, ગીરના સિંહ વિશે સર્વગ્રાહી માહિતી આપતું રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ (કૉર્પોરેટ) અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીનું પુસ્તક GIR LION – Pride of Gujarat વાંચવું એ જાણે બહુ મોટો ખજાનો હાથ લાગ્યો હોય એવી લાગણી સૌ કોઈને થશે.
ગીર વિશે, ગીરના સિંહ વિશે, ગીર સફારી વિશે પુષ્કળ લખાયું છે, અનેક પુસ્તક લખાયાં છે પરંતુ આજે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આ વિષય ઉપર સર્વગ્રાહી કહી શકાય એવું પુસ્તક કદાચ આ પહેલું છે. આવું કહેવા પાછળનું કારણ એ છે કે અત્યાર સુધી જે કંઈ લખાતું રહ્યું છે તે કાંતો શૈક્ષણિક હેતુથી અથવા માહિતીના હેતુથી અથવા સાવ સામાન્ય મનોરંજનના હેતુથી લખાતું રહ્યું છે, પરંતુ પરિમલભાઈએ ગીરના સિંહને, ગીરના જંગલને, ગીરની અન્ય વનરાજીને, સિંહના ઈતિહાસને, સિંહના સમાજજીવનને, સિંહના ભૌગોલિક અને કુદરતી મહત્ત્વને એક સાથે આપણી સમક્ષ ઉજાગર કરી આપ્યા છે.
પુસ્તક હાથમાં લઈએ ત્યારથી છેક છેવટ સુધી આ મેજેસ્ટિક પ્રાણી, આ જંગલના રાજા પ્રત્યેનો પરિમલભાઈનો લગાવ ઊડીને આંખે વળગે છે. વર્ષો સુધી સિંહ દર્શન દ્વારા તેમણે જે રોમાંચ અનુભવ્યો હશે તે પુસ્તકના પાને-પાને નીતરે છે. આ પુસ્તક વિશે પરિમલભાઈએ જે કેફિયત આપી છે તેમાં તેમણે ગીર અને સિંહના મહત્ત્વને તો ઉજાગર કર્યું જ છે, સાથે આ શાહી પ્રાણીનું જતન શા માટે જરૂરી છે તેનાં કારણો પણ યોગ્ય તર્ક સાથે રજૂ કર્યાં છે.
ગીર અભયારણ્ય અને તેના દ્વારા ગુજરાત અને ભારતનું ગૌરવ વધારનાર એશિયાટિક લાયનની સંખ્યા હાલ 523 છે. સદીઓ કે હજારો વર્ષ પહેલાં આ ભવ્યાતિભવ્ય પ્રાણીની સંખ્યા ચોક્કસ કેટલી હશે તેનો આંકડો તો ઉપલબ્ધ નથી, પરંતુ પરિમલભાઈ પીડા સાથે નોંધે છે કે સુલતાનો, મોગલો તેમજ બ્રિટિશ કાળમાં સિંહના ખૂબ મોટાપાયે શિકાર થતા હતા જેને કારણે તેની સંખ્યા સતત ઘટતી ગઈ હતી. 1936માં સિંહની વસ્તી ગણતરી થઈ ત્યારે સંખ્યા 287 હતી, અને પછી તેનું સંવર્ધન કરતાં કરતાં આજે એ સંખ્યા 523 ઉપર પહોંચી છે.
આ કૉફીટેબલ બુકમાં સિંહની સંભવિત ઉત્પત્તિથી લઈને ગીરમાં તેના જીવન, નેશ (નેસડા)માં રહેતા માલધારીઓ સાથેનો તેનો વ્યવહાર, સીદી સમુદાયના લોકો, સિંહને બચાવવા અત્યાર સુધી થયેલા પ્રયાસ અને હવે આગળ કેવી રીતે જંગલના આ રાજાનું સંવર્ધન કરી શકાય તેના ઉપાય પણ તેમણે સૂચવ્યા છે.
આ સંદર્ભમાં પુસ્તકમાં સૌથી અગત્યનો મુદ્દો સિંહના સ્થળાંતર અંગેનો છે. લેખકે પ્રસ્તાવનામાં તો તેનો ઉલ્લેખ કર્યો જ છે, સાથે એક આખું પ્રકરણ આ વિષય ઉપર ફાળવીને ગીરના સિંહનું મધ્યપ્રદેશમાં સ્થળાંતર શા માટે યોગ્ય નથી એ વાત તર્ક અને હકીકતો સાથે રજૂ કરી છે.
ભારતના સૌથી મોટા ઔદ્યોગિક સામ્રાજ્યના વડા મુકેશ અંબાણીની પ્રસ્તાવના સાથેનું આ પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કરવામાં આવ્યું છે જેઓ પોતે પણ સિંહ પ્રેમી તરીકે ઓળખાય છે.
ગીર લાયન – પ્રાઈડ ઑફ ગુજરાત
લેખકઃ પરિમલ નથવાણી
પ્રકાશનઃ ટાઈમ્સ ગ્રુપ બુક્સ
કિમતઃ રૂ. 2000