અમદાવાદ મહાનગર પાલિકાનાં સ્ટેન્ડીંગ કમિટીનાં પૂર્વ ચેરમેન અને ભા.જ.પ. પ્રદેશ મિડીયા સેલનાં સભ્ય શ્રી જયંતીભાઇ પરમારની 82 વર્ષની ઉંમરે લખેલી પોતાની આત્મકથા “મારા સંભારણા”નાં પુસ્તકનું વિમોચન આજરોજ ગુજરાત સરકારનાં માનનીય ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતનાં વરદહસ્તે, શ્રી નરહરિ અમીન, સંસદસભ્ય (રાજયસભા), શ્રી આત્મારામભાઇ પરમાર, પૂર્વ મંત્રી અને લેખક-સિનિયર પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી બ્રિજેશ મેરજા, પૂર્વમંત્રી, મેયરશ્રી કીરિટભાઇ પરમાર, જયંતીભાઇ પરમારનાં પત્ની શ્રીમતી કમલાબેન પરમાર અને તેમનાં પરિવારના સભ્યો વિગેરે હાજર રહ્યા હતા.
પોતાની 1000 પાનાની આત્મકથામાં શ્રી જયંતીભાઇ પરમારે તેમની જાહેરજીવનની કારકીર્દિનાં 50 વર્ષ દરમ્યાનનાં મહત્વનાં પ્રસંગો તેમજ તેઓને જે રાજકીય આગેવાનો સાથે કામ કરવાનો અને મળવાનો મોકો મળ્યો તેમનાં વિશે વિસ્તૃત ઉલ્લેખ કર્યો છે.