-
ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિર દ્વારા એક નોખુ-અનોખુ પુસ્તક પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. 9 ઓગસ્ટથી શરૂ થઇને 20 ઓગસ્ટ સુધી ચાલનારા આ પુસ્તક પર્વમાં ગુજરાતે ક્યારેય ન જોયા હોય તેટલા વિવિધ વિષયોનાં ગુજરાતી અને હિન્દી ભાષાના પુસ્તકો એક જ સ્થળે નિહાળવા અને ખરીદવા માટે સંસ્થા તરફથી નિમંત્રક મહેન્દ્ર શાહ દ્વારા સૌ પુસ્તકપ્રેમીઓને ભાવસભર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે આ અનોખા પુસ્તક પર્વની માહિતી આપતાં કહ્યું કે 9મીએ શરૂ થનારા આ પુસ્તક મેળાની પૂર્વ સંધ્યાએ બે પુસ્તકોના વિમાચનના કાર્યક્રમમાં જાણીતા ફિલ્મ એક્ટર શરમણ જોષી(ફિલ્મ “થ્રી ઇડિયટ”નો ધૂપ-અગરબત્તી વાળો), જાણીતા લેખક અને એર ઇન્ડિયામાં સિનિયર કમાન્ડર અને ટ્રેનર મનજીત હિરાની, જાણીતા પટકથાકાર અભિજીત જોષી અને જાણીતા રેડિયો જોકી-કલાકાર અને લેખત ધ્વનિત ઠક્કર ખાસ હાજરી આપશે. અમદાવાદના આઇઆઇએમ રોડ પર એ.એમ.એ.ના જે.બી. ઓડિટોરિયમ ખાતે 8 ઓગસ્ટના રોજ સાંજે 6.30 વાગે આ વિમોચન કાર્યક્રમ યોજાશે. મનજીત હિરાનીના નવા પુસ્તક “કેમ કરીને માનવ થાઉં...”અને આર.જે. ધ્વનીતના પુસ્તક “મોર્નિંગ મંત્ર”નું વિમોચન હાથ ધરાશે. તેમણે એમ પણ કહ્યું કે 9થી 20 ઓગસ્ટ દરમ્યાન યોજાનારા પુસ્તક મેળામાં 15 ટકા વળતર અપાશે. પુસ્તક મેળો સી.જી. રોડ પર સ્વસ્તિક ચાર રસ્તા પાસે, શ્રી સત્તાવીસ દશાપોરવાડ વિદ્યામંદિર, સુશીલાબહેન રતિલાલ હોલ ખાતે સવારે 10થી રાતના 10 વાગ્યા સુધી તમામ પુસ્તકપ્રેમીઓ માટે ખુલ્લું છે. પુસ્તક પર્વમાં જાણીતા લેખકો તુષાર શુક્લ, ભવેન કચ્છી, કૃષ્ણકાંત ઉનડક્ટ, કાજલ ઓઝા વૈધ, ધ્વનિત, ડો. પ્રશાંત ભીમાણી, ભવેન કચ્છી, મહેશ યાજ્ઞિક, ડો. શરદ ઠાકર, ડો. હંસેલ ભચેચ, અંકિત ત્રિવેદી, અશોક દવે અને આરતી પટેલ વગેરે. ઉપસ્થિત રહેશે. 9મીએ સાંજે 6.30 વાગે દીપ પ્રાગટ્યથી પુસ્તક પર્વની ઉજવણીની શરૂઆત થશે.