અમદાવાદસ્થિત એમ.જે. લાઈબ્રેરી ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકર પર આધારિત પુસ્તકોનું વિમોચન થયું હતું. ડૉ.પી.જી.જ્યોતિકર અને તેમના પુત્ર ડૉ.અમિત જ્યોતિકર દ્વારા લિખિત તથા ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશિત “આંબેડકરી અંતરના પુમડાં” અને બાબાસાહેબ આંબેડકરના ઐતિહાસિક કાવ્ય સંગ્રહ સંપાદન પુસ્તકનું વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ રાજકીય હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.