ગુજરાતમાં હાલમાં હાડ કંપાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. રાજ્યમાં ઠંડા પવનોના કારણે લોકો ઠુઠવાઈ રહ્યા છે. સતત વધી રહેલી ઠંડીના કારણે રાજ્યમાં જનજીવન પર અસર પડી છે. તીવ્ર પવનોના કારણે રાજ્યમાં હાલમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોથી લોકો ધ્રૂજી ઉઠ્યા છે.