હજી હમણાં જેમની પહેલી મૃત્યુ તિથી ગઈ એ શતાયુ કટાર લેખક નગીનદાસ સંઘવીના પુસ્તક ‘મહામાનવ શ્રી કૃષ્ણ’નાં પ્રકાશન કરવા પર રાજકોટના પ્રકાશક કે.બુક્સને બોમ્બે હાઇકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
નગીનદાસ સંઘવીના વાંચકો અને પ્રશંસકોમાં આઘાતના મોજા પ્રસરાવતી આ ઘટનાનાં મૂળમાં લેખકના નામની ક્રેડીટ છે. મૂળે ‘મહામાનવ શ્રી કૃષ્ણ’ સીરીઝ ૮૦ના દાયકામાં મુંબઈના દૈનિક ‘સમકાલીન’માં જ્યોત્સનાબેન તન્ના અને નગીનદાસ સંઘવીએ સાથે મળીને લખી હતી. જે એ વખતે પણ ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. બાદમાં ૧૯૯૧માં આર. આર. શેઠ પ્રકાશને એને પુસ્તકરૂપે પ્રગટ કર્યું. જેમાં લેખક તરીકે પહેલું જ્યોત્સનાબેન તન્ના અને બીજું નગીનદાસ સંઘવીનું નામ હતું. આ પુસ્તકની સાત આવૃતિઓ થઇ.
નગીનદાસ સંઘવીના ગયા વર્ષે સો વરસની ઉંમરે અવસાન બાદ રાજકોટના કે .બુક્સે એજ પુસ્તક તાજેતરમાં છાપ્યું છે, જેમાં લેખક તરીકે નગીનદાસ સંઘવીનું નામ છે જયારે જયોત્સનાબેન તન્નાને લેખકને બદલે પ્રેરક તરીકે દર્શાવ્યા છે.
જ્યોત્સનાબેન તન્નાનાં જણાવ્યા મુજબ એમને આની જાણ થતા એમણે રાજકોટના પ્રકાશ સમક્ષ વાંધો ઉઠાવ્યો. પરંતુ એનું કોઈ પરિણામ ના આવતા તેઓ પોતાના લેખક તરીકેના અધિકારનાં રક્ષણ માટે બોમ્બે હાઇકોર્ટમાં ગયા. જ્યાં બોમ્બે હાઇકોર્ટે બીજી મુદત ૩૧મી જુલાઈ સુધી વિવાદાસ્પદ પુસ્તકના પ્રકાશન કરવા સામે સ્ટે ફરમાવ્યો છે.
જાણવા મળ્યા મુજબ નગીનદાસ સંઘવીની પ્રતિષ્ઠા દાવ પર લાગતા મોરારીબાપુ જેવા મોટા માથાઓએ પણ વચ્ચે પડીને સમાધાનની કોશિશ કરી જોઈ. કે.બુક્સના યોગેશ ચોલેરા પણ કહે છે કે અમારે સમાધાનના પ્રયાસો ચાલે છે, પરંતુ એ અમલી ના બને ત્યાં સુધી આ કેમ બન્યું એની વધુ વિગતો આપી નહિ શકાય. જો કે સમાધાન કે અદાલતી લડાઈ એ અંગે જ્યોત્સનાબેન તન્નાની પ્રતિક્રિયા મળી નથી શકી.
જો કે મૂળ સવાલો હજી અનુત્તર છે – સાત સાત એડીશન સુધી ચાલેલા બબ્બે લેખકોના નામમાંથી પહેલા લેખકને પડતા મુકવાનું કારણ શું? આ નિર્ણય કોણે લીધો? અવસાન પહેલા નગીનદાસ સંઘવીએ ? એમના અવસાન બાદ એમના કુટુંબીજનોએ? કે પછી રાજકોટના પ્રકાશકે? આ વિષે કોઈ ખુલીને બોલવા તૈયાર નથી. કૃષ્ણ વિશેના વિવાદમાં આ પહેલા મોરારિ બાપુ પણ સપડાયેલા. કૃષ્ણ વિશેની સમકાલીન અખબારની કોલમ વખતે નગીનદાસ સંઘવી જીવતેજીવ ખુબ વિવાદમાં રહેલા. એ જ વિષયનો વધુ એક વિવાદ મરણ બાદ પણ નગીનદાસ સંઘવીનો કેડો નથી છોડતો.