રાજ્ય સરકારે શિક્ષણ અને નોકરીમાં આપેલી મરાઠા અનામતને આજે સોશિયલી ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ (SEBC) કેટેગરી હેઠળ બોમ્બે હાઇકોર્ટે આજે માન્ય રાખી હતી. પરંતુ અનામતની ટકાવારી ૧૬ ટકાને બદલે ઘટાડીને ૧૨થી ૧૩ ટકા રાખી શકાય એવી સ્પષ્ટતા પણ કોર્ટે કરી છે. મરાઠા અનામત સંદર્ભે બનાવાયેલી ગાયકવાડ સમિતિએ નોકરીમા ૧૨ ટકા અને શિક્ષણમાં ૧૩ ટકા અનામતની જોગવાઈ રાખવાનું સૂચન કર્યું હતું. એથી રાજ્ય સરકારે પહેલાં જે ૧૬ ટકા અનામત આપી હતી એને બદલે કોર્ટેના ચુકાદાના કારણે હવે ૧૨થી ૧૩ ટકા અનામત મળી શકશે. બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ રણજિત મોરે અને જસ્ટિસ ભારતી ડોંગરેએ આજે આ અનામતને માન્યતા આપી હતી. આ અનામતના ચુકાદા પર દેશભરની નજર મંડાયેલી હતી. હાઇકોર્ટના આ ચુકાદાને વધાવતા મરાઠા સમાજે કોર્ટ બહાર હર્ષોલ્લાસ કરી વિજયની ઉજવણી કરી હતી.