ઈરાનની રાજધાની તેહરાનથી ચીન જતી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ પોલીસને મળ્યો હતો. આ ફોન 9.20 કલાકે આવ્યો હતો. હાલમાં ફલાઈટને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે, જયપુરમાં ઈમરજન્સી લેન્ડીંગ માટે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. એર ટ્રાફિક કંટ્રોલને આ સૂચના ફ્લાઈટમાંથી મળી હતી. જે બાદ તમામ એજન્સીઓને આ જાણકારી આપવામાં આવી હતી. હાલમાં આ ફ્લાઈટ ક્યાં છે, તેની કોઈ જાણકારી નથી, તેના વિશે દિલ્હી ફાયર વિભાગને સૂચના આપી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ અને બાકીની એજન્સીઓ પણ તપાસમાં લાગી ગઈ છે. આ જાણકારી મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.