અમેરિકામાં બોમ્બ સાઈક્લોન ત્રાટકતા હાહાકાર મચી ગયો હતો. લગભગ આઠેક કરોડ લોકો અસરગ્રસ્ત બન્યા છે અને 1340 ફ્લાઈટ્સ રદ્ કરવામાં આવી છે. બરફવર્ષા અને વાવાઝોડાંના કારણે કોલોરાડોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
અમેરિકાના કોલોરાડો સ્ટેટમાં ભારે બરફવર્ષા સાથે તીવ્ર પવનફૂંકાયો હતો. કોલોરાડો ઉપરાંત નેબ્રાસ્કા, વ્યોમિંગ અને ડાકોટામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
કોલોરાડોના ગવર્નરે તાત્કાલિક અસરથી સ્ટેટમાં ઈમરજન્સીની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ડેનવરના ઈન્ટરનેશનલ એરપોર્ટના રન-વેમાં અસર થઈ હોવાથી 1340 ફ્લાઈટ રદ્ કરવી પડી છે.