પશ્ચિમ બંગાળ ના મુર્શિદાબાદ જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયાના સમાચાર છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક ઘરમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટના બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. તે જ સમયે બોમ્બ વિસ્ફોટ થયો અને 3 લોકોએ જીવ ગુમાવ્યો.