બોલિવુડની જાણીતી સંગીત જોડી સાજિદ- વાજિદ ખાનના વાજિદ ખાનનું 42 વર્ષની વયે નિધન થયું છે. બોલિવુડના આ સંગીતકારના જવાથી સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું છે. થોડા મહિના અગાઉ તેમનું કીડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. કીડનીની સમસ્યાને લઈને મોડી રાતે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમનો કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ બંને બીમારીના કારણે નાની વયે થયેલું નિધન બોલિવુડ જગત માટે મોટો આઘાત છે.
મળતી માહિતી મુજબ, વાજિદ ખાન કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા હતા અને તેની હાલત વધુ બગડતાં તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 42 વર્ષીય વાજિદ ખાનને મુંબઇના ચેમ્બુરની એક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. થોડા મહિના પહેલા તેનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ તેની તબિયત સારી નહોતી. થોડા દિવસો પહેલા તપાસમાં કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. રવિવારે તબિયત લથડતાં તેમને દાખલ કરાયા અને મોડી રાતે તેમનું ઈમ્યુનિટી લેવલ ઘટતાં તેમની કિડનીની સમસ્યા વધતાં નિધન થયું.
બોલિવુડ થયું ગમગીન
વાજિદના મોતથી બોલીવુડમાં શોક છવાયો છે. સંગીતકારો અને ગાયકો તેમના મૃત્યુને આંચકો માને છે. પ્રિયંકા ચોપરા, સોનુ નિગમ, સલીમ મર્ચન્ટ, માલિની અવસ્થી, સલીલ અરુણ કુમાર સેન્ડ સહિત બોલિવુુડની અનેક હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.