બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એક્શનમાં છે. આ મામલે રોજબરોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે, ત્યારે આજે બૉલિવૂડના મોટા સેબેલ્સને NCBએ પૂછપરછ માટે તેડુ મોકલાવ્યું છે.
શનિવારે વહેલી સવારે દીપિકા પાદૂકોણ મુંબઈ સ્થિત NCBના ગેસ્ટ હાઉસ પહોંચી ગઈ હતી. જ્યાં હજુ પણ તેની પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન શ્રદ્ધા કપૂર પણ NCBના કાર્યાલય ખાતે પહોંચી ગઈ છે, જ્યારે સારા અલી ખાનની રાહ જોવાઈ રહી છે.
એવું કહેવાય છે કે, દીપિકાની અલગથી પૂછપરછ કરવા ઉપરાંત તેને તેની મેનેજર કરિશ્મા પ્રકાશની સામે બેસાડીને પણ NCB પૂછપરછ કરશે. કરિશ્માની શુક્રવારે પણ NCBની ટીમે પૂછપરછ કરી હતી. હાલ NCBની 5 સભ્યોની SIT દીપિકા પાદુકોણની પૂછપરછ કરી રહી છે.
સારા અલી ખાન અને તેની માતા અમૃતા સિહ લીગલ ટીમ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સલાહ લઈ રહ્યાં છે. સારાએ NCB ઓફિસ પહોંચવા માટે થોડો સમય માંગ્યો હતો. જે તેને આપવામાં આવ્યો છે. આથી સારા આજે બપોરે NCB ઓફિસ પહોંચી શકે છે.
જણાવી દઈએ કે, આ કેસમાં બૉલિવૂડના અનેક મોટા સ્ટાર્સના નામ સામે આવ્યાં છે. NCB સતત કેસની તપાસ આગળ વધારી રહ્યું છે. ડ્રગ્સ કેસમાં બોલિવૂડના અનેક સેલેબ્સ જેવા દીપિકા પાદૂકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રિત સિંહનું નામ સામે આવ્યું છે.