આજે દેશભરમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ સ્ટાર્સ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા ઘણા સેલેબ્સે તેમના ફેન્સને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે.
અનુપમ ખેરે આપી શુભેચ્છા
બોલિવૂડના પીઢ અભિનેતા અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે, આ વીડિયોમાં દેશના જવાનોને પરેડ કરતા જોઈ શકાય છે. આ પોસ્ટ શેર કરતી વખતે અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું છે કે, 'પ્રજાસત્તાક દિવસ પર તમામ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
અક્ષય કુમારે આ રીતે આપી શુભેચ્છા
દર વર્ષની જેમ આ વખતે પણ અક્ષય કુમારે તમામ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે
સની દેઓલ અને કંગના રનૌતે પણ આપી શુભેચ્છા
બોલિવૂડ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી કંગના રનૌતે પણ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી છે