એક સમયે લાખો દિલોની ધડકન બની ગયેલ એક્ટ્રેસ વિદ્યા સિંહાનું અવસાન થયું છે. તેમને શ્વાસ લેવાની સમસ્યા થતા જુહૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 72 વર્ષના વિદ્યાને હૃદય અને ફેફસાંને લગતી ગંભીર બીમારી હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
વિદ્યા સિંહાની લોકપ્રિય ફિલ્મોમાં ‘રજનીગંધા’, ‘હવસ’, ‘છોટી સી બાત’, ‘મેરા જીવન’, ‘ઇનકાર’, ‘જીવન મુક્તિ’, ‘કરમ’, ‘કિતાબ’, ‘પતિ પત્ની ઔર વોહ’, ‘તુમ્હારે લીયે’, ‘મીરા’, ‘સ્વયંવર’, ‘સબૂત’, ‘પ્યારા દુશ્મન’, ‘લવ સ્ટોરી’, ‘કિરાયાદાર’ અને ‘બોડીગાર્ડ’ (2011)નો સમાવેશ થાય છે. તેમની ટીવી શ્રેણીઓમાં ‘કાવ્યાંજલિ’, ‘ઝારા’, ‘નીમ નીમ શેહદ શેહદ’, ‘હારજીત’, ‘કુબૂલ હૈ’, ‘ઝીંદગી વિન્સ’ અને ‘ઈશ્ક કા રંગ સફેદ’ને ગણી શકાય.